હિંમતનગરમાં ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જેસગબાપા વાનપ્રસ્થ ભવનનું ભવ્ય લોકાર્પણ અને શિવકથાનો પ્રારંભ કરાયો
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૦૯/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ‘જેસગબાપા વાનપ્રસ્થ ભવન’નું ઉદ્ઘાટન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે પૂજ્ય રામજીબાપા (ધોલવા) અને પૂજ્ય નરસિંહબાપા (કાકરોલ) એ આશીર્વચન પાઠવી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ સમયે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો પૂજ્ય સંતોના ભક્તિમય અને મધુર વ્યાખ્યાન સાંભળી ભાવવિભોર બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

આ ઉદ્ઘાટન સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબ, શ્રી જે.ડી. પટેલ સાહેબ, ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ, મહામંત્રી શ્રી વિજયભાઈ તેમજ શ્રી કૌશલ્યા કુંવરબા સહિતના ભાજપના આગેવાનો અને ગામના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ ગરિમાપૂર્ણ અવસરે મંદિરના મુખ્ય દાતા અને ટ્રસ્ટી શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (હાંસલપુર) તેમજ ડૉ. સુમનચંદ્ર રાવલનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તોએ મહાદેવની આરતી અને પ્રસાદનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા.
આ ધાર્મિક ઉત્સવના ભાગરૂપે તારીખ ૧૦/૦૧/૨૦૨૬થી ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તારીખ ૧૮/૦૧/૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૦૨:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલશે. આ તમામ કાર્યક્રમોમાં ભક્તોની વિશાળ હાજરી જોવા મળશે.
ભગવાન શિવના આશીર્વાદ સાથે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સર્વશ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી, ગોપાલસિંહ રાઠોડ, ગિરીશભાઈ ભાવસાર, સુમનચંદ્ર રાવલ, ડૉ. ચીમનભાઈ પટેલ, હરેશભાઈ સોમપુરા, દિલીપભાઈ સોની, કૈલાસભાઈ દુધાળી, શશીકાંત સોલંકી, મનુભાઈ વાઘેલા સહિત તમામ ટ્રસ્ટી મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને દર્શન અને કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160517
Views Today : 