>
Monday, January 12, 2026

ખેડબ્રહ્મા ના નીચી ધનાલ કંપા ખાતે ઓમ શ્રી કલકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ કરાયો

ખેડબ્રહ્મા ના નીચી ધનાલ કંપા ખાતે ઓમ શ્રી કલકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ કરાયો

નિયાણી ના સામૈયા પૂજન અર્ચન દાન ભેટ વડીલોનું પૂજન વૃક્ષારોપણ ઉમિયા માની આરતી વિગેરે કાર્યક્રમમાંથી ભવ્ય શરૂઆત
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાના એવા નીચી ધનાલ કંપા ખાતે ત્રિ દિવસીય શ્રી કલ્કીનારાયણ ભગવાન જ્યોતિ મંદિરના જ્યોતિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામની પાદરે 30 વડ વવડાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામના વડીલો તેમજ ગામના રબારીના હસ્તે પણ વડલાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ ગામની તમામ દીકરીઓ નિયાણીઓ અને જમાઈઓ તેમજ વડીલોનું ભવ્ય સ્વાગત સાથે સન્માન બાદ દરેકને ભવ્ય પૂજન અર્ચન કરી શસ્ત્ર રુપી તલવાર અને શાસ્ત્રરૂપી ભગવત ગીતા અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરેલ હતા. આ પ્રસંગે પૂજ્ય પંકજદાસજી મહારાજ અને પૂજ્ય શાંતિ પ્રિય દાસજી મહારાજ ઉપસ્થિત રહી પેરક પ્રવચન કરેલ અને ત્યારબાદ નિયાની દીકરીઓ અને જમાઈઓએ દ્વારા ખૂબ જ સરસ આર્શીવાદ પાઠ્ય હતા આ પ્રસંગે ગામના વડીલ અને પૂર્વ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નું સન્માન બાદ પ્રવચનમાં ગામની એકતા અને સમાજમાં ખૂબ જ સરસ કામગીરી કરી રહેલ અને યુવા ભાઈ બહેનોને વીરદાવેલ હતા અને દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને બહેનો દ્વારા ખુબ સરસ ઉમિયા માની આરતી ને ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પ્રણય ચંદુ ભાઈ માકાણી દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બીકે પટેલ અને નારણભાઈ તેમજ શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને રાત્રે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores