હિંમતનગર SOG એ 1.98 લાખના ગાંજા સાથે એક ઈસમને દબોચ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ સાબકાંઠા જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબુદ કરવા તથા એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ જીલ્લામાં નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવા ડ્રગ્સનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢતું હોય જેથી આવા ડ્રગ્સનું વેચાણ કરતા તથા ડ્રગ્સનું સેવન કરતા ઇસમો શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ. ડી.સી. પરમાર એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓની સુચના મુજબ શ્રી.પી.એમ.ઝાલા પો.સ.ઇ. એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી બાબતે હિંમતનગર બી ડીવિજન પોઉસ્ટ, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એ.એસ.આઇ. જયદિપકુમાર દિનેશચંન્દ્ર બ.નં-૫૦ તથા અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં- ૪૮૧ નાઓને તેમના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકિક્ત મળેલ કે, એક ઇસમ નારાયણી વેર હાઉસ ધ્રણિધા ગામ જવાના નાકે હાઇવે રોડ ઉપર ઇડર બાજુથી આવનાર છે. જેને વાદળી કલરનું જેકેટ તથા નીચે લીલા કલરનું પેન્ટ પહેરેલ છે,જે ઇસમના થેલામાં માદક પદાર્થ ગાંજો ભરેલ છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક સદરી જગ્યાએ સરકારી પંચો રૂબરૂ જઇ વોચ તપાસમાં હતા દરમ્યાન નીચે જણાવેલ ઇસમના કબજા ભોગવટામાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતાં તમામ મુદ્દામાલ કબજે લઇ સદરી આરોપી વિરૂધ્ધમાં હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે.કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, અટક કરેલ આરોપીનું નામ
(૧) વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ.-૨૮ રહે. પાલીયાબીયા તા. પોશીના જી. સાબરકાંઠા
અટક કરવાના બાકી આરોપીના નામ
(૧) કજાભાઈ આદિવાસી રહે ટીલરવા તા. કોટડા છાવણી જી. ઉદેપુર રાજસ્થાન
(૨) અંકિત રહે. અમદાવાદ ઇન્દીરા બ્રીજ મો.નં- ૯૫૧૨૧ ૦૬૦૩૭
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160790
Views Today : 