>
Tuesday, January 13, 2026

ખેડબ્રહ્મા પોલીસે ચાઈનીઝ દોરીની 92 નંગ ફિરકી સાથે એક ઈસમને દબોચ્યો

ખેડબ્રહ્મા પોલીસે ચાઈનીઝ દોરીની 92 નંગ ફિરકી સાથે એક ઈસમને દબોચ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ સાબરકાઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના ગેર કાયદેસર વેચાણ બાબતે ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ,ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામા સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચન આપેલ જે સુચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સાથેના આ.પો કો દિલીપકુમાર રણછોડભાઈ બાતમી હકીકત મળેલ કે, પરોસોડા ગામનો ફરદિનખાન ફીરોજખાન પઠાણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા સારૂ તેની કેટા ગાડી નંબર એચ.આર.૩૬ વાય ૦૦૭૭ નીમાં ચાઈનીજ દોરી લઈને ખેડબ્રહમા તરફ આવનાર છે જે હકીકત આધારે નાકા ગામે ડેમ નજીક રોડ ઉપર વોચના હતા દરમ્યાન એક ઇસમ ઉપરોકત બાતમી વાળી ગાડી પરોસડા તરફ થી લઈને આવતો હોય અને તે શંકાસ્પદ લાગતાં સદરી ગાડી ને હાથનો ઈશારો કરી ઉભી રખાવેલ અને ગાડીના ચાલકને નીચે ઉતારી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે. પરોસડા તા વિજયનગર જી સાબરકાંઠા હોવાનુ જણાવતો હોય. અને સદરીની ગાડીમા જોતા બે ખાખી કલરના પુંઠા ના ખોખા હોય જે ખોખા ખોલી જોતા મોનો કાઇટ ફાઇટર કંપનીની અલગ-અલગ કલરની ચાઈનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઈ જે ફીરકીઓ ગાડીમાંથી નીચે ઉતારી ગણી જોતા ચાઈનીઝ ફીરકીઓ કુલ ૯૨ નંગ જેના એક નંગની કીંમત રૂા. ૫૦૦/-ની ગણી કુલ -૯૨ ફીરકીની કી.રૂ.૪૬.૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુધ્ધ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ખેડબ્રહમા પોલીસને ગેર કાયદેસર ચાઈનીઝ દોરી જથ્થો શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ

 

પકડાયેલ આરોપી :- ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે પરોસડા તા વિજયનગર જી સાબરકાંઠા

 

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores