>
Tuesday, January 13, 2026

વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો 

વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

 

બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ માંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસમાં 127 બાળકો ની સાથે શિક્ષકો પણ જોડાયા હતા

 

વડાલીની બીજી શાસ્ત્રી હાઇસ્કુલ દ્વારા મહુડી ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક સાયન્સ સીટી વગેરે જગ્યાએ પ્રવાસ યોજાયો હતો

 

પ્રથમ મહુડી મંદિરમાં દર્શન કરીને ત્યાંથી સુખડીનો પ્રસાદ લઈને ત્યાંથી નીકળી વિદ્યાર્થીઓ મજા મસ્તી કરતા આનંદીત બન્યા હતા ત્યારબાદ ત્યાંથી નીકળીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક પહોંચ્યા હતા ત્યાં ડાયનાસોરના અવશેષો જોયા અને ત્યારબાદ વિવિધ પ્રાણીઓ અજગર સફેદ સાપ, વાઘ, સિંહ, ચિતા, જેવા પ્રાણીઓ જોયા હતા અને ત્યારબાદ બપોરે જમવા માટે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં મેદાનમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે બેસીને બપોરનું ભોજન કર્યું હતું

 

બપોરે જમ્યા બાદ સાયન્સ સિટી જવા નીકળ્યા અને ત્યાં આગળ ડાયનાસોરનું પિક્ચર જોયું અને ત્યાં હાડપિંજર જેવા દ્રશ્યો જોયા પછી બધા ગ્રહો વિશે જાણકારી તેમજ તારાઓ અને પૃથ્વી તેમજ

તારાઓ વિશે સમજૂતી અપાઇ અને બાળકોને સમજાવ્યું કે ફાઉન્ટેન શોના રંગબેરંગી ફુવારા જોયા ત્યાં બાળકોને રંગીન ફુવારા જોયા બાદ બહુ મજા કરી હતી અને ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા હતા અને રાત્રે દાળ બાટી અને છાશ નું ભોજન કર્યા બાદ પરત ફર્યા હતા

 

આમ એક દિવસીય પ્રવાસની બાળકોએ બહુ જ મજા માણી હતી અને આ પ્રવાસને એક યાદગાર પ્રવાસ બનાવ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores