સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી નરેગા રોજગાર ગેરંટી મનરેગા બચાવો આંદોલન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ
અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ પ્રેસ વાર્તા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરીને ગરીબોને રોજી રોટી થી વંચિત રાખવાનું ષડયંત્ર કરેલ છે તેના સામે મનરેગા બચાવ આંદોલન સમગ્ર દેશમાં ચલાવવા માં આવી રહ્યું છે તેના ભાગરૂપે સાબરકાંઠામાં પણ મનરેગા બચાવ આંદોલન મંડલ સેક્ટર અને ગ્રામ્ય કક્ષા સુધી લઈ જઈને ગરીબ ગ્રામીણ શ્રમિકોને જાગૃત કરી અને યુપીએ સરકારે આપેલ રોજગાર ગેરંટી કાયદો ફરીથી પ્રસ્થાપિત કરવા મનરેગા બચાવ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે યુપીએ સરકાર માનનીય મનમોહનજી અને સોનિયાજીના વડપણ હેઠળની સરકારી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થાય અને ગ્રામ્ય કક્ષાએ રોજગારી મળી રહે તેઓ કાયદો બનાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ફંડ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું પરંતુ કેન્દ્રની ભાજપની સરકારે આ કાયદામાં ફેરફાર કરીને 60% કેન્દ્રના અને 40% રાજ્યનો ફાળો તેમજ લણની સમયે 60 દિવસ કામ બંધ રાખવું અને ગામમાં અને કામમાં રોજગારી ના મળી રહે તે માટે શ્રમિકોની રોજગારીથી વંચીત રાખવાનું ષડયંત્ર કરેલ છે તેની સામે કોંગ્રેસ પક્ષ મનરેગા બચાવ સંગ્રામ આંદોલન થકી પુન: રોજગાર ગેરંટી કાનુન પ્રસ્થાપિત કરવાની માંગ કરે છે.
પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમજ ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારીશ્રી દિનેશભાઈ ગઢવી પૂર્વ ધારાસભ્યશ્રી બાબુજી ઠાકોર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા હાજર રહ્યા હતા
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 161021
Views Today : 