ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર ખાતે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-2026 એવોર્ડ કાર્યક્રમ યોજાયો
નોલેજ વેલી ફાઉન્ડેશન આયોજિત ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓમાં ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-2026 હેઠળ 2121 શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જેમણે NEP-2020 અંતર્ગત વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણનું સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના 2121 શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા તા.11/1/26ના રોજ ગુજરાતના પાલનપુર ખાતે યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોએ ગુણવત્તા સભર કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલ સુરજપુરા પ્રાથમિક શાળાના બે શિક્ષકો કુંપાવત જીનલકુમારી અશોકસિંહ તથા સોનગરા ભાવેશકુમાર મોહનલાલ ને પ્રમાણપત્ર શિલ્ડ અને ટ્રોફી થી નવાજવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં રીવાબા જાડેજા ના પ્રતિનિધિ તરીકે માન.રાજ કુંવરબા માન.અનિકેત ઠાકર ધારાસભ્યશ્રી પાલનપુર, શાંતિ ભાઈ જોશી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પાલનપુર, સંત-મહંતો, તખુંભાઈ સાંડસર, સંજયભાઈ દવેની ખાસ હાજરી જોવા મળી.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 161228
Views Today : 