સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા યુવા આયોજન બેઠક યોજાઈ
સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના શરૂઆતના સહભાગી મિત્રો તથા સક્રિય યુવાનો સાથે ગઈકાલે રાત્રે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના પ્રસિદ્ધ ઉક્તિ “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” ને આધાર બનાવી આ બેઠકમાં યુવાનો જ સમાજ અને દેશની દિશા બદલી શકે છે તે વિચારને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન સંસ્થાની હાલ ચાલી રહેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી, આવનારા સમયમાં યુવાનો માટે વધુ દિશાદર્શક અને અસરકારક રીતે કાર્ય કેવી રીતે આગળ વધારવું તે બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને એગ્રીકલ્ચર ક્ષેત્રે યુવાનોને આવનારા સમયને અનુરૂપ આધુનિક અને નવીન માર્ગદર્શન મળે તે માટે વ્યવસ્થા ઊભી કરવાની ચર્ચા કરવામાં આવી.
આ ઉપરાંત સંસ્થાના શોર્ટ નામ VAYUVA હેઠળ તાલુકા લેવલે સંગઠન કમિટી રચવાની સહમતિ વ્યક્ત કરવામાં આવી, જેથી યુવાનોને સંગઠિત કરીને સામાજિક, શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિઓ વધુ મજબૂત બનાવી શકાય.
રમતગમત ક્ષેત્રે પણ આવનારા સમયમાં વિવિધ રમતોમાં સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવે, જેના કારણે યુવાનોમાં શારીરિક ક્ષમતા, ટીમ ભાવના અને આત્મવિશ્વાસ વિકસે, તે માટે આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બેઠકનું મુખ્ય આકર્ષણ ટૂંક સમયમાં શરૂ થનારી VAYUVA AI Pathshala વિષયક ચર્ચા રહી. આ પહેલ આવનારા સમયના એજ્યુકેશન માટે મહત્વપૂર્ણ અને દિશાદર્શક પગલું બનશે, જે યુવાનોને ભવિષ્યની ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ અને આધુનિક શિક્ષણ સાથે જોડશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે એક વિશેષ ટીમ રચવાનો નિર્ણય પણ લેવાયો.
બેઠક દરમિયાન હાજર તમામ યુવાનોએ સંસ્થાની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ઉત્સાહ અને સંપૂર્ણ તૈયારી દર્શાવી. અંતે સંસ્થાએ સ્વામી વિવેકાનંદજીના વિચારોથી પ્રેરણા લઈ યુવાનોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ, એગ્રીકલ્ચર, રમતગમત અને ટેકનોલોજી ક્ષેત્રે સતત કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યું.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 161228
Views Today : 