>
Tuesday, January 20, 2026

ધાનેરા માં ખોટી રીતે વાંધા અરજી આપતાં મુસ્લિમ સમાજ દ્વારા ચુંટણી અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું 

ધાનેરા માં ખોટી રીતે વાંધા અરજી આપતાં મુસ્લિમ સમાજ દ્વારા ચુંટણી અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

અને આ વાંધા અરજી આપેલ ઈસમો સામે કાર્યવાહી કરવામાં એવી માંગ કરવામાં આવી

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરા વિધાનસભા માં SIR ની કામગીરી ચાલુ હોઈ અને BLO ધ્વારા ફોર્મ ઘેર ઘેર જઈને ખરાઈ કરી ગયેલ અને તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ સમાજ પ્રત્યે દ્વેષભાવ રાખીને ફોર્મ નંબર સાત ભરીને વાંધા અરજી આપેલ છે

જે વ્યક્તિ સામે વાંધા અરજી આપેલ તે વ્યક્તિઓ સરકારી પેન્શન ધારકો. ખેડૂત ખાતેદાર અને પૂર્વ નગર પાલિકા ચુંટાયેલા અને અહીંના લોકલ પ્રતિષ્ઠિત માણસો પણ છે

અને આ રાજકીય પક્ષ ધ્વારા ભાજપ ના BLA 2 દ્વારા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપની કચેરીમાં ફોર્મ નંબર સાત ભરીને કોઈ પણ પ્રકારની માહિતી વગર

ખોટી રીતે વાંધા અરજી આપેલ છે આમ અમારી સમાજ નામો રદ કરવા માટે મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે

આપ સાહેબ શ્રી અમો મુસ્લિમ નમ્ર અરજ કે વાંધા અરજી કરનાર અમુક ઈસમો તો રાજસ્થાન ના વતની છે અને ચુંટણી કાર્ડ ધરાવે છે આવા ઈસમો સામે ભારતીય ન્યાય સહિતા ની BNS/IPS કલમો હેઠળ ગુનો દાખલ કરી ખોટી માહિતી આપવા બદલ તેમજ તંત્ર ને ગેરમાર્ગે દોરવા અને સરકારી તંત્ર નો સમય બગાડવા બદલ અમો સમાજને માનસિક રીતે હેરાન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા અમો મુસ્લિમ સમાજ ની આપ માનનીય સાહેબ ને નમ્ર અપીલ છે

આ આવેદનપત્રમાં કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બલવંત બારોટ, નગર પાલિકા સભ્ય અને કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ = અલ્તાફ મેમણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores