ટ્રાફિક જાગૃતિ અંતર્ગત મેરેથોન દોડ નું આયોજન કરાયું
સાબરકાંઠા પોલીસ વિભાગ અને શહેરના ડૉક્ટર્સ દ્વારા આયોજિત રન ફોર ટ્રાફિક અવેરનેસને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
આ રનનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો,સુરક્ષિત ડ્રાઈવિંગની સંસ્કૃતિ વિકસાવવાનો અને માર્ગ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સમાજમાં જવાબદારીની ભાવના મજબૂત કરવાનો છે.
હેલ્મેટ, સીટબેલ્ટ, ઝડપ નિયંત્રણ અને નિયમપાલન જેવી બાબતોનું પાલન જીવન બચાવે છે અને એ જ સંદેશ આ રન દ્વારા સુંદર રીતે જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
દોડમાં ભાગ લેનાર યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

મારી સાથે હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલાજી,કલેક્ટર શ્રી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,ડીડીઓ શ્રી,નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય,પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163320
Views Today : 