*ઊના તાલુકાના કાળાપાણ ગામમાં શ્રી પ્રાથમિક શાળા કાળાપાણ માં 77 માં પ્રજાસતાક દિવસનું આયોજન કરવામાં આવ્યું.*
આજ રોજ ઊના તાલુકાના કાળાપાણ ગામમાં 77 માં પ્રજાસતાક દિવસનું જોરદાર આયોજન કરેલું હતું જેમાં સ્કૂલના આચાર્યશ્રી કપિલાબેન ના માર્ગદર્શન હેઠળ ગામના સરપંચશ્રી તથા તમામ શિક્ષક સ્ટાફ ગણ તેમજ વિધાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તથા સ્કૂલના ટીચરો દ્વારા શીખવામાં આવેલા વિધાર્થીઓએ જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામો કર્યા હતા અને નશા મુક્તિ ના નાટક થકી નાના બાળકો ને સમજણ કેળવી હતી.
હાજર રહેલા તમામ કાળાપાણ ગામ જનોએ નિહાળ્યો હતો. અને વિધાર્થીઓ પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર – ભાણજી સોલંકી








Total Users : 163508
Views Today : 