>
Monday, January 26, 2026

નવો વાવ થરાદ જિલ્લો આવેલ લુવાણા કળશ  મુકામે પ્રાથમિક શાળા ઝંડા ઊંચા રહે હમારા…!

નવો વાવ થરાદ જિલ્લો આવેલ લુવાણા કળશ

મુકામે પ્રાથમિક શાળા ઝંડા ઊંચા રહે હમારા…!

આજે લુવાણા કળશ ગામની ભાવભર્યું પ્રાથમિક શાળામાં 77 મા પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાની તક મળી. સ્થાનિક અગ્રણીઓ અને વાલીઓ તેમજ બાળકોની હાજરીમાં સૌથી વધુ અભ્યાસ ધરાવતી સ્થાનિક દીકરી ભુરીયા ઉર્મિલાબેન રમેશભાઈ હસ્તે ધ્વજવંદન કરાયું. શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ બાળકોએ એક એકથી ચઢિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનાં દિલ જીતી લીધાં. વિજેતા બાળકોને સન્માનિત કરવાનો અવસર પણ મળ્યો. હતો અને 77 મા પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ ના શુભ અવસર પર દવે ગૌરવભાઈ નરસી ભાઈ એ કૃષ્ણ ભગવાનનો રોલ કર્યો હતો આ રૂડા અવસરે . કાર્યક્રમમાં ઉપસ્થિત લુવાણા કળશ ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ પટેલ અને ડેરી મંત્રી જી.ટી પટેલ માજી સરપંચ ગેનાજી કરવડ અને દરેક સમાજના આગેવાનો યુવાન મિત્રો અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ ગણ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગામમાં થી પધારેલો મોટી સંખ્યામાં લોકોએ આ 77 મા પ્રજાસત્તાક દિન ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં સફળ બનાવનાર શિક્ષક શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય મફાભાઈ સાહેબ પરબતભાઈ.સાહેબ કેશાભાઈ સાહેબ 20 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા બેન શ્રી શિક્ષક આશાબેન ની કામગીરીસારી રહી હતી અને તમામ ગામ લોકોના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

અહેવાલ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores