વડાલીમાં સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલમાં મેમણ કોલોની ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
વડાલી તાલુકા મેમણ જમાત સંલગ્ન, વડાલી તાલુકા મેમણ સ્કૂલ કમિટી સંચાલિત,સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ વડાલી દ્વારા વડાલી મેમણ કોલોની શાહીન પાર્ક બગીચામાં 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો તથા જેનું આપણે સૌ વર્ણન ન કરી શકીએ તેવા અતિ સુંદર રાષ્ટ્રીય પ્રોગ્રામ નાના – નાના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા.
જેમાં ધ્વજ વંદન વડાલી તાલુકા મેમણ જમાતના માનવંત પ્રમુખ સાહેબ જનાબ હાજી મો.યુસુફભાઈ અગરબત્તીવાલાઓએ તેમજ તેઓની સાથે સ્કુલ કમિટીના સભ્યો હા.હિદાયતભાઈ લોખંડવાલા , હા.મુસેબભાઈ જવાહરવાલા , હા.વસીમભાઈ ફર્નિચરવાલા , હા.મકસુદભાઈ સુત્તરવાલા , વસીમભાઈ માસ્ટર ,યુથ સર્કલના પ્રમુખ હા.મોહસીનભાઈ લાટીવાલા , હા.દિલાવરભાઈ ખેરાલુવાલા ,અલ્તાફભાઈ નોવેલ્ટીવાલા,હા.સલમાનભાઈ હાથરવાવાલા, માજી પ્રમુખ હાજી અ.ગફુરભાઈ ખેરાલુવાલા, દેશકાંઠા મેમન કાઉન્સિલના ઉપપ્રમુખ સાહેબ હા.હિદાયતભાઈ લોખંડવાલા તથા ઓડીટર હા.અ.રહેમાનભાઈ બેન્કર સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગનું સ્વાગત પ્રવચન સનરાઈઝ પ્લે ગ્રુપના મેડમ નાઝીમા મેડમએ સુંદર શબ્દોમાં કર્યું હતું.
આ પ્રસંગે મહેમાને ખુશુશી તથા અન્ય મહાનુભાવો સાથે વડીલો,ભાઈઓ,બાળકો તથા મોટી સંખ્યામાં મા-બહેનોએ અમૂલ્ય હાજરી આપી પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા.
આ પ્રસંગના મુખ્ય મહેમાન વડાલી તાલુકા મેમણ જમાતના માનનીય પ્રમુખસાહેબ હા.સા.મો.યુસુફભાઈ અગરબત્તીવાલાઓએ ગણતંત્ર દિવસ અનુરૂપ બહુમૂલ્ય પ્રવચન આપ્યું હતું.
દેશકાંઠા મેમણ કાઉન્સિલના ઉપપ્રમુખ સાહેબ હા.હિદાયતભાઈ લોખંડવાલા તથા ઓડીટર હા.અ.રહેમાનભાઈ બેન્કર સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલના ચેરમેન હા.મોહસીનભાઈ લાટીવાલાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.
સનરાઈઝ પ્લે સ્કૂલના તહુરા મેડમ, સગુફતા મેડમ પ્રાસંગિક સ્પીચ આપી હતી.
તેમજ અંતમાં અલ્પાહાર સાથે પ્રસંગને સમાપન કરવામાં આવેલ હતો.






Total Users : 163619
Views Today : 