વડાલીની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ માં ઇનામ વિતરણ તેમજ ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

શેઠ .પી. કે .શાહ ગર્લ્સ સ્કુલ વડાલીમાં ઇનામ વિતરણ તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ કાર્યક્રમ રખાયો હતો. આ કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે વડાલી કેળવણી મંડળ વડાલી ના માનનીય પ્રમુખશ્રી તખતસિંહજી સાહેબ, ઉદ્ઘાટક શ્રી અંધજન મંડળના પ્રમુખ ગોપાલ સિંહ જી રાઠોડ સાહેબ, મુખ્ય મહેમાન
શ્રીઓમાં નાગરિક બેંકના ચેરમેન શ્રી તેમજ કેળવણી મંડળના મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ, વડાલી પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી પઢારીયા સાહેબ, રોટરીક્લબના પ્રમુખ શ્રી અજમતખાન ,ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ,વાલી મંડળના અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ પટેલ, ઇનામના દાતા શ્રી કાંતિભાઈ પટેલ સામાજિક કાર્યકર, વિનુભાઈ ખાટ તેમજ અતિથિ વિશેષમાં ધર્મેન્દ્રભાઈ પટેલ, ચુનીલાલ ડી પરમાર, મહેશભાઈ પટેલ ,ભરતભાઈ પટેલ, ભોગીભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ ,સંજયભાઈ પટેલ, તેમજ મંડળના અન્ય સદસ્યશ્રીઓ વાલી મંડળના સભ્યશ્રીઓ ,વાલીઓ અને અન્ય શાળાના આચાર્યો,
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં શાળાની દીકરીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરાઈ સુંદર સ્વાગત ગીત દ્વારા આવનાર મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય બેન શ્રીમતી દક્ષાબેન પટેલ દ્વારામહેમાનો નોપરિચય અને શાબ્દિક સ્વાગત કરાયું પધારનાર મહેમાનોનું ફૂલહાર અને સાલ ઓઢાળી સન્માન કરાયું ,ત્યારબાદ વિદાય લેતી ધોરણ 10ની દિકરી પટેલ દ્રષ્ટિઅને 12 ની દીકરી પટેલ જીયાએ પોતાના શાળા સંસ્મરણો વાગોળ્યા હતા શાળા ના મદદનીશ શિક્ષિકા શ્રીમતી અમિતાબેન પટેલ દ્વારા દીકરીઓને પોતાના જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ શૈક્ષણિક , સાંસ્કૃતિક કલા મહાકુંભ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ રમતગમત, ખેલ મહાકુંભના ઈનામોનું વિતરણ મહેમાન શ્રી
ઓ તેમજ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું પધારેલ મહેમાનો માંથી ઉદઘાટક શ્રી ગોપાલભાઈ રાઠોડ સાહેબ ખૂબ જ સુંદર પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું દીકરીઓની ઉચ્ચ અભ્યાસ માટે હંમેશા તત્પર રહેવા માટે આહવાન કર્યું 70%થી વધુ ગુણ મેળવનાર દીકરીઓ ને આર્થિક સહાય માટે તથા આગામી વર્ષ માટે સ્વાધ્યાય કાર્ય માટે ચોપડા નું દાન જાહેર કર્યું. ત્યાર પછી સમારંભના અધ્યક્ષ માનનીય શ્રીતખતસિંહજી હડિયોલ સાહેબે પ્રસંગનેઅનુરૂપ ઉદબોદન કરી દીકરીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી શાળાના સિનિયર શિક્ષક શ્રી આર.બી શાહ દ્વારા ખૂબ જ સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું , અંતમાં શાળાના મદદનીશ શિક્ષિકા ભૂમિબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 166624
Views Today : 