ખેરોજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીને વડાલી પોલીસે પકડી પાડયા
વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે એલ જાડેજા અને પોલીસ સ્ટાફ ના માણસો સાથે વડાલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો. નરેશભાઈ મોતીભાઈ ને બાતમી મળી કે ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષથી નાસતા ભરતા આરોપીઓ 1. માવાભાઈ ચુનીયાભાઈ જાતિ ખોખરીયા રહે. જોગીવડ તાલુકો. કોટડા જીલ્લો ઉદેપુર બે રણાભાઇ છગનાભાઈ ગમાર રહે. જોગીવડ તાલુકો. કોટડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન વાળા ને ધરોઈ ત્રણ રસ્તા ખાતે ઉભો રહે છે જેમાં એક ઈસમે આછા ભૂરા ગુલાબી રંગ કલરનું ટીશર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તથા બીજો ઈસમ સફેદ ફૂલની ભાત વાળું શર્ટ પહેરેલ છે અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમીના આધારે ધરોઇ ત્રણ રસ્તા ખાતે જઈ ચેક કરતા ઉપરના વર્ણન વાળા ઈસમો મળી આવતા ઊભા રાખી બંનેના નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ માવાભાઈ ચુનિયાભાઈ જાતે ખોખરીયા ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહે. જોગીવડ તાલુકો કોટડા જીલ્લો ઉદેપુર 2. રાણાભાઇ છગનભાઈ ગમાર ઉંમર વર્ષ.26 ધંધો મજૂરી રહે જોગીવડ તાલુકો કોટડા જીલ્લો ઉદેપુર રાજસ્થાનના હોવાનું જણાવતા હોય અને વધુ પૂછપરછ કરતા ઉપરના ગુનામાં પોતે સામેલ હોવાની કબુલાત કરી વડાલી પોલીસે સ્ટેશન ખાતે લાવી ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરી ખેડુત પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી
આમ છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીની પકડવામાં વડાલી પોલીસ ટીમ ને સફળતા પ્રાપ્ત થઈ
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 166809
Views Today : 