ખેડબ્રહ્માની ડી ડી ઠાકર આર્ટસ અને કે જે પટેલ કોમર્સ કોલેજ દ્વારા ત્રિવિધ મહોત્સવ યોજાયો
અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે કોલેજ સભાગૃહ ગ્રંથાલય અને આદિવાસી સંસ્કૃતિ કેન્દ્નો નામકરણ સમારોહ યોજાયો.
આજ તારીખ 21.2.2026ના રોજ અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી. ડી ઠાકર અને કે જે પટેલ કોમર્સ કોલેજ , ખેડબ્રહ્મા ખાતે ત્રિવિધ મહોત્સવ અંતર્ગત કોલેજ સભાગૃહને શેઠશ્રી અરવિંદ નરોત્તમ લાલભાઈ સભાગૃહ, ગ્રંથાલયને શિક્ષણવિદ શ્રી હરિહર શુક્લ ગ્રંથાલય અને આદિવાસી સંસ્કૃતિ કેન્દ્રને શ્રી ભગવાનદાસ પટેલ આદિવાસી સંસ્કૃતિ કેન્દ્ર
એવું નામકરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ. એ પછી સંસ્થાના કાર્યાધ્યક્ષ શ્રી જશુભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા. ત્યારબાદ ટ્રસ્ટીગણ શ્રી જેઠાબાપા, શ્રી હરિહર પાઠક અને શ્રી વસંતભાઈ પટેલે કોલેજના વિવિધ પ્રકલ્પોનું નામકરણ કરવા સંદર્ભે ભૂમિકા બાંધી હતી. એ પછી શુકલ સાહેબના દીકરી કલ્પનાબેન શુક્લ, કોલેજના પૂર્વ આચાર્યશ્રી ઉજમભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ- દિલ્હીના શ્રી બાબુભાઈ પટેલ, યુનિવર્સિટીના કુલસચિવ શ્રી રોહિતભાઈ દેસાઈ, શ્રી ભગવાનદાસ પટેલ, સરદારધામના મંત્રીશ્રી ભાઈલાલભાઈ પટેલ, સાહિત્યકાર ડો.મણિલાલ હ. પટેલ વગેરે મહેમાનો દ્વારા કોલેજ અને ટ્રસ્ટ થકી શ્રેષ્ઠીઓ, વિદ્વાનો , શિક્ષણવિદો તેમજ સમાજસેવકોને ૠણતર્પણ કરી સન્માનવાના કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ પછી અધ્યક્ષ સ્થાનેથી શેઠશ્રી સંવેગ લાલભાઈએ પોતાનાથી જે કંઇ સારું થાય છે તે વડીલોના સંસ્કાર અને આશીર્વાદથી થાય છે એમ જણાવી સદપ્રવૃત્તિમાં દાન કરવાથી એક આત્મસંતોષ થાય છે તેમ જણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે જો તમે કોઈના આંસુ લુછી શકો તો સારી વાત છે. પણ જો આ ન થઇ શકે તો તમારું એવું કોઈ કર્મ તો ન હોવું જોઈએ કે જેથી કોઈકની આંખમાં આંસુ આવે છેલ્લે , તેમણે કોલેજને રૂ . 30 લાખના માતબર દાનની જાહેરાત કરવા સાથે સેવાભાવથી કાર્ય કરતા અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ અને કોલેજ સાથે લાલભાઈ પરિવારની આગામી પેઢી પણ જોડાયેલી રહેશે એવી ખાતરી આપી હતી 
આ પ્રસંગે અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વ્યવસાયે ખેડૂત એવા રસિકભાઈ પટેલ ₹1,11, 111 ના દાનની જાહેરાત પણ કરી હતી. વળી, તેમણે ખેતી કરતા કરતા તેમના ચિત્રકારીના શોખને જાળવી દોરેલા ચિત્રોનું પ્રદર્શન પણ અદ્ભુત હતું. . વિશેષમાં આ પ્રસંગે શ્રી દલપતભારતી ગોસ્વામી એ સ્વ.વંદનાબેન ગોસ્વામીની સ્મૃતિમાં સંસ્થાને રૂ . 11111નું તુલસીદલ સ્વરૂપે દાન આપ્યું હતું. આ પ્રસંગે શુક્લા સાહેબના દીકરા શ્રી ચેતનભાઇ શુક્લ અ ને શ્રી કંદર્પ શુક્લ તેમજ ડો.ભગવાનભાઈ પટેલના દીકરા અમિત પટેલ અને દીકરી જિજ્ઞા પટેલ પણ હાજર રહ્યા હતા. વિશેષમાં આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર અને પૂર્વ આચાર્ય શ્રી નટુભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી રાજાભાઈ પટેલ, સંસ્થાના સ્થાપનાકાળના કારોબારી સદસ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષશ્રી શ્રી શામળાકાકા, શ્રી જગદીશભાઈ કે. પટેલ, શ્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર, શ્રી વસંતભાઈ , નરોત્તમ લાલભાઈ પરિવારની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી કાંતિભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું આભાર દર્શન પ્રિ. ડો .વી . સી.નિનામાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો રોહિત જે. દેસાઈ અને ડો. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 168310
Views Today : 