હિંમતનગરના પંચદેવ મંદિરના 42 માં પાટોત્સવ નિમિત્તે સર્વ રોગ આયુર્વેદ અને હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરાયું
તારીખ 21/02/26, શનિવારના રોજ નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ મહાવીરનગર વિસ્તારમાં આવેલા શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ, હિંમતનગર સંચાલિત પંચદેવ મંદિરના 42 માં પાટોત્સવ મહોત્સવ નિમિત્તે સવારે 9:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી સર્વ રોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 115 લાભાર્થીઓએ આયુર્વેદિક ઓપીડીનો લાભ લીધો હતો અને 56 લાભાર્થીઓએ હોમિયોપેથી ઓપીડીનો લાભ લીધો હતો.
કેમ્પમાં સેવા આપનાર
1. વૈધ હેમલ જે. સુથાર MO (આયુ ) Gmers, હિંમતનગર
2. વૈધ હીનલ એ. વરસાત MO (આયુ ) ખેડ 
3. ડો. પંકજ બી. શાહ MO (હોમિયો) કાણિયોલ
4. ડો. યતીન જોશી MO (હોમિયો) Gmers હિંમતનગર
5. ફાર્માસિસ્ટ શ્રી કનુ પંચાલ તથા સેવક સ્ટાફ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9990340891


