>
Sunday, February 22, 2026

વડાલી તાલુકાના થુરાવાસ ગામમાં “રાત્રી ગ્રામસભા” યોજાઈ

વડાલી તાલુકાના થુરાવાસ ગામમાં “રાત્રી ગ્રામસભા” યોજાઈ

 

સાબરકાંઠા જિલ્લાના નાગરીકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલના ઉમદા હેતુ સાથે વડાલી તાલુકાના થુરાવાસ ગામે જિલ્લા કલેકટર સાહેબશ્રી લલિત નારાયણ સિંઘ સાદુ ના અધ્યક્ષ સ્થાને “રાત્રિ ગ્રામસભા” યોજાઇ હતી.

 

જેમાં ગ્રામસભા દરમિયાન ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગામના પાયાના પ્રશ્નો અને અન્ય સરકારી યોજનાઓનો અમલીકરણ અંગે રજુઆતો કરી હતી. કલેકટર સાહેબે ગ્રામજનોની રજુઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી.કલેકટર સાહેબે વિવિધ વિભાગના અધિકારીઓને લોકો દ્રારા કરવામાં આવેલી રજુઆતોનું ઝડપી અને ગુણવત્તાયુક્ત નિરાકરણ લાવવા સુચનો કર્યા હતા.

આ રાત્રી સભામા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારશ્રી તેમજ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાના તન્મ અધિકારીશ્રી ઓ તેમજ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9990340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores