>
Tuesday, February 24, 2026

થેરાસણા ની શ્રી કે એ પટેલ હાઇસ્કુલ માં ઇનામ વિતરણ તેમજ SSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

થેરાસણા ની શ્રી કે એ પટેલ હાઇસ્કુલ માં ઇનામ વિતરણ તેમજ SSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વડાલી તાલુકાની થેરાસણા ની શ્રી કે એ પટેલ હાઇસ્કુલ માં તારીખ 24 /2 /2026 ના રોજ સવારે તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ ધોરણ 10 વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાયો

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ થુરાવાસ ના સંત શ્રી મણીરામ મહારાજ ના આશીર્વાદ સાથે કાર્યક્રમને શરૂ કરાયો હતો

કાર્યક્રમ નો પ્રારંભ સ્વાગત ગીત સાથે કરાયો હતો ત્યારબાદ હાઈ સ્કૂલની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો મંચ ઉપર રજૂ કર્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમોને મહેમાન શ્રી ઓ એ ખૂબ જ પ્રશંસા કરી હતી

કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગોપાલભાઈ પટેલ દ્વારા પધારેલ મહેમાનોનું ફુલહાર કરીને તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું

કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક શ્રી કનૈયાલાલ પટેલે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારનો ડર વિના પરીક્ષા આપવા માટે કહ્યું હતું.
કાર્યક્રમમાં દાતાશ્રીઓ દ્વારા દાનની અવિરત વર્ષા પણ વહી હતી
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા

ઇનામ વિતરણ ના કાર્યક્રમમાં ઇનામના દાતા શ્રી કાંતિભાઈ પટેલ હતા એમણે પણ વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો ડર રાખ્યા વિના પરીક્ષા આપવા માટે સૂચન કર્યું હતું

અંતમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગોપાલભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores