આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આયોજન સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી થીમ “Rights. Justice. Action. For ALL Women and Girls” હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવો તેમજ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આ દિવસે મહિલા સ્વસહાય જૂથો, આંગણવાડી બહેનો તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમો ગોઠવવા સૂચનાઓ આપી. કાર્યક્રમ સ્થળે ૧૮૧ અભયમ, આંગણવાડી પોષણ સ્ટોલ, ડિજિટલ સાક્ષરતા અને મહિલા સશક્તિકરણને લગતા વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ ઊભા કરવામાં સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, મહિલા અને બાળ વિકાસના ડો. ત્રિવેદી, નગરપાલીકા ચીફ ઓફિસર શ્રી, મામલતદારશ્રી, આરોગ્ય, આઇ.સી.ડી.એસ, પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 