ખેડબ્રહ્મા તાલુકામાં ભારત આદિવાસી પાર્ટી પંચાયત ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે
15 માર્ચ, રવિવારના રોજ ભારત આદિવાસી પાર્ટી (BAP)ના ખેડબ્રહ્મા તાલુકાના સક્રિય કાર્યકરોનું અધિવેશન ખેડવા ગામે હાઈસ્કૂલના કેમ્પસ ખાતે યોજાયું હતું.
આ અધિવેશન ભારત આદિવાસી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તથા ઉત્તર ગુજરાત પ્રભારી શ્રી જગદીશભાઈ તરાલ, BAP સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગણપતભાઈ ડામોર અને સાબરકાંઠા DCC અધ્યક્ષ ડો. અમીતભાઈ ખરાડીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત ખેડબ્રહ્મા તાલુકા BAP પ્રમુખ શ્રી બાબુભાઈ તરાલના સ્વાગત પ્રવચનથી થઈ હતી.
ત્યારબાદ ખેડબ્રહ્મા તાલુકા BAP સમિતિમાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી. જેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી જીગ્નેશભાઈ ગમાર (પાંચ મહુંડા) અને શ્રી મણીલાલ ગમાર (ખેડવા), મહામંત્રી તરીકે શ્રી નીતિનભાઈ કટેરીયા, સહમંત્રી તરીકે શ્રી વિક્રમભાઈ ગમાર (સગરામપુરા) અને શ્રી વિક્રમભાઈ તરાલ (ધરોઈ), તેમજ કોષાધ્યક્ષ તરીકે શ્રી દિલીપભાઈ સોલંકી (ભૂરી ધરફડ) ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી.
અધિવેશન દરમિયાન મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે ખેડબ્રહ્મા તાલુકામાં યોજાનાર આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી ભારત આદિવાસી પાર્ટી કોઈપણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર સ્વતંત્ર રીતે લડશે.
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478







Total Users : 145600
Views Today : 