*નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ ,મહેસાણા દ્વારા ઉંબરા પ્રાથમિક શાળાના બાળકોને સ્ટીલની ડિશ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા.*
નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ ,મહેસાણા દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ હડાદ તાલુકાની ઉંબરા પ્રાથમિક શાળામાં કુલ 110 જેટલા બાળકોને મધ્યાહન ભોજનમાં બપોરે જમવામાં તકલીફ ના પડે તે માટે સ્ટીલ ની ડીશ અને બિસ્કીટ ના પેકેટ નો નાસ્તો આપવામાં આવ્યો હતો .
સ્ટીલની ડીશ અને બિસ્કીટના પેકેટ મધ્યાહન ભોજન માટે ડીશ આપવા માટે મહેસાણા થી શ્રી કૌશિકભાઈ રાવલ રાજા મહાકાલ તેમજ રાકેશભાઈ પ્રજાપતિ રિહેન એચ. મહેતા વિદ્યાલય,માંકડી આચાર્યશ્રી શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.. તેમણે શાળાના તમામ બાળકોને સ્ટીલ ની ડીશ અને બિસ્કીટ ના પેકેટ અર્પણ કર્યા હતા..
અંતરિયાળ વિસ્તારની શાળાના જરૂરિયાત મંદ બાળકો માટે સ્ટીલ ની ડીશ અને નાસ્તો આપવા બદલ શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફે ગુરુદેવ નાં આશિવૉદ થી શાળાને ભેટ આપવા બદલ દાતા શ્રી નો આભાર માન્યો હતો..
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478







Total Users : 145600
Views Today : 