>
Tuesday, March 17, 2026

ઈડરના ઇનોવેટિવ શિક્ષક સંદીપ પટેલ ને ગૌરવશાળી ‘અચલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૬’ એનાયત થયો.

ઈડરના ઇનોવેટિવ શિક્ષક સંદીપ પટેલ ને ગૌરવશાળી ‘અચલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૬’ એનાયત થયો.

 

શિક્ષકને એવોર્ડમાં મળેલી ધન રાશિ શાળાના બાળકોના શિક્ષણકાર્ય પાછળ વપરાશે

 

તારીખ-૧૫-૦૩-૨૦૨૬ નાં રોજ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ચિદાનંદમ્ ભવન, બીજો માળ, શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે AI વિષય પર પરિસંવાદ તેમજ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સારસ્વત એવોર્ડ અને ડૉ મફતલાલ સંશોધન એવોર્ડ જેવો ત્રિવેણી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં દસ શિક્ષકોનું સન્માન થયું. જેમાં શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી(ઈડર)ના વિજ્ઞાન શિક્ષક અને જાણીતા કવિ શ્રી સંદીપભાઈ પટેલ “કસક”નું સન્માન ટ્રોફી, શાલ, પ્રમાણપત્ર તથા ૧૦૦૦૦/- (દસ હજાર) રુપિયાનો ચેક અર્પણ કરી ને કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ મફતલાલ પટેલ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી, હાસ્ય લેખક અને પદ્મ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ડૉ. ધવલભાઈ પૂજારા( વાઇસ ચાન્સેલર, અદાણી યુનિવર્સિટી), અરુણભાઈ ઓઝા(દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ, અમદાવાદ)શ્રી જયેશભાઈ પટેલ તથા સંજયભાઈ પટેલ, જ્ઞાનપીઠ એવોર્ડી રઘુવીર ચૌધરીના દીકરા ડૉ.સંજયભાઈ ચૌધરી, ડૉ .સાગરભાઈ દવે, ધરતી સામયિકના તંત્રી શ્રી સોમાભાઈ પટેલ”સરળ” તેમજ અન્ય મહાનુભાવો અને શિક્ષકો- વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

સંદીપભાઈ પટેલ શિક્ષણની સાથે સાથે બાળકોને સાહિત્ય , શૈક્ષણિક, પર્યાવરણ અને રમત ગમત ક્ષેત્રે તૈયાર કરીને રાજ્યકક્ષા સુધી ભાગ લેવા લઈ જાય છે. સંદીપભાઈ પોતે પણ શૈક્ષણિક, સાહિત્ય, પર્યાવરણ ને રમત ગમતની સપર્ધાઓમાં ભાગ લઈને રાજયકક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ છે. ૧૫૦થી વધારે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓ બાળકોના રોલ મોડેલ બન્યા છે. એકજ શિક્ષકમાં રહેલી બહુવિધ પ્રતિભાને ઓળખી તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. તેમને મળેલા પારિતોષિકની સાથે મળેલી ધન રાશિના ૧૦૦૦૦ રૂપિયા શાળાના બાળકોના શિક્ષણ કાર્ય પાછળ વાપરવામાં આવશે. શિક્ષકશ્રીને મળેલા સન્માન માટે શાળાના આચાર્યશ્રી પ્રકાશચંદ્ર પટેલ, શિક્ષકશ્રીઓ જે.જે દેસાઈ, જે.આર.પટેલ, જી.જે.પટેલ, આર.સી થુરી, શાળાના બાળકો, વાલીઓ તેમજ ગ્રામજનોએ અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores