સાબરમતી, આકુળ અને વ્યાકળના સંગમ તીર્થ પર ભરાતો લોકમેળો
‘ચિત્રવિચિત્ર’ની મેળા નો અનોખી પરંપરા
હોળીના તહેવાર પછીના પખવાડિયામાં જ્યારે ઉત્તર ગુજરાતની હવામાં કેસૂડાની મહેક પ્રસરેલી હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે એક અનોખો મેળો ભરાય છે – ચિત્રવિચિત્રનો મેળો. આ મેળો તેની પૌરાણિક કથાઓ અને આદિવાસી સંસ્કૃતિના ધબકારને કારણે સમગ્ર ભારતમાં જાણીતો છે. આ વર્ષે આ મેળો તા. ૧૭ અને ૧૮ માર્ચના ૨૦૨૬ના રોજ યોજાયો હતો.

આ મેળાનું નામ મહાભારત કાળના રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પરથી પડ્યું છે. લોકવાયકા મુજબ, અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના ત્રિવેણી સંગમ પર તેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. આ પવિત્ર સ્થળે આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું તર્પણ કરવા આવે છે.
અસ્થિ વિસર્જન અને તર્પણ
મેળાની શરૂઆત ખૂબ જ ગંભીર અને ભાવુક હોય છે. આદિવાસી સમુદાયના લોકો પોતાના સ્વજનો જેઓ વીતેલા વર્ષમાં મૃત્યુ પામ્યા હોય, તેમના અસ્થિઓનું આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરે છે. નદી કિનારે બેસીને પૂર્વજોને યાદ કરી રડવાની પરંપરા (મરસિયા) આ મેળાને અન્ય મેળાઓ કરતા અલગ પાડે છે.

શોક પછી આનંદનું વાતાવરણ
પૂર્વજોને અંજલિ આપ્યા બાદ, આ મેળો રંગબેરંગી ઉત્સવમાં ફેરવાઈ જાય છે. આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈને આવે છે. ઢોલ, શરણાઈ અને વાંસળીના સૂર પર ઝૂમતા યુવાનો મેળાની રોનક વધારે છે. માટીના વાસણોથી લઈને આધુનિક ચીજવસ્તુઓના સ્ટોલ્સ અહીં જોવા મળે છે..
પ્રવાસન અને સંસ્કૃતિનું જતન
ગુણભાખરીનો આ મેળો ગુજરાતની ‘એથનો-ટુરિઝમ’ (Ethno-tourism) ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પણ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 