>
Wednesday, March 18, 2026

હિંમતનગરના કઠવાડિયામાં યુવકના મોત મામલે 10 આરોપીઓને પોલીસે ઝડપ્યા 

હિંમતનગરના કઠવાડિયામાં યુવકના મોત મામલે 10 આરોપીઓને પોલીસે ઝડપ્યા

 

ખેતરમાં રસ્તાના વિવાદ કરી યુવાનની છરીના ઘા ઝીંકી ને હત્યા કરી હતી

 

હિંમતનગરના કઠવાડિયામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા અને અન્ય લોકો સાથે માલિકીના ખેતરમાંથી પસાર થવા રસ્તા બાબતે ગામના જ કેટલાક લોકોએ બોલાચાલી કરી હતી આ વિવાદ વધતા 15 થી વધુ લોકોના ટોળાએ ધર્મેન્દ્રસિંહ પર હુમલાખોરોએ લાકડીઓ પથ્થરો અને છરી જેવા ટિકિટના હથિયારો વડે તેમના પર હુમલો કરતા મોત થયું હતું

 

આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં મહિલા સહિત કુલ ૧૫ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ એચ આર ખેરભા અને ચીનની ટીમે 15 આરોપીઓ માંથી 10 ની ધરપકડ કરી લીધી હત્યાની અંજામ આપનાર મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર. પકડાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ મેળવવા માટે બુધવારે કોર્ટમાં રજૂ કરાશે

 

પકડાયેલા દસ આરોપી ના નામ :

 

મૂળ સિંહ જગતસિંહ ઝાલા

ભરતસિંહ મૂળસિંહ ઝાલા

બટુસિંહ પૃથ્વીસિંહ ઝાલા

વિરેન્દ્રસિંહ ખોડસિંહ ઝાલા

કમલેશસિંહ વિજયસિંહ ઝાલા

કિસ્મત સિંહ દેવુસિંહ ઝાલા

યશપાલ સિંહ મણુસિંહ ઝાલા

અનુસુયા બા કનકસિંહ ઝાલા

શ્રીપાલ સિંહ કાળુસિંહ ઝાલા

રાજવીર સિંહ કાળુસિંહ ઝાલા

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores