>
Wednesday, April 8, 2026

ડીસામાં ગાર્ડની બેદરકારીથી ગોળીબારમાં મોત: મહિલાનું સારવાર દરમિયાન દમ તોડયો, સર્વોદય બેંક બહાર ઘટના બની હતી.

ડીસામાં ગાર્ડની બેદરકારીથી ગોળીબારમાં મોત: મહિલાનું સારવાર દરમિયાન દમ તોડયો, સર્વોદય બેંક બહાર ઘટના બની હતી.

ડીસામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારીના કારણે થયેલા ગોળીબારમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના 27 માર્ચના રોજ સર્વોદય બેંક બહાર બની હતી.

 

બેંક બહાર ફરજ પર રહેલો ગાર્ડ પોતાની બંદૂક ખભે ચડાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી બેંક સામે ઊભેલી રિક્ષામાં બેઠેલા ડીસા તાલુકાના રાણપુર ગામના શકરીબેન પારજીજી ઠાકોરને વાગી હતી.

ગોળી વાગતા જ શકરીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઘણા દિવસો સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ, અંતે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores