>
Tuesday, April 7, 2026

થરાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન*

*અહેવાલ પ્રધાનજી ઠાકોર*

 

*થરાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન*

 

 

વાવ-થરાદ જિલ્લા આરોગ્ય વિભાગ તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) થરાદના સંયુક્ત ઉપક્રમે ગત રોજ એક ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાની ઉત્તમ સેવા રૂપ આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ

આ પ્રસંગે વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), આર.સી.એચ. અધિકારી (RCHO) તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર (QMO) હાજર રહ્યા હતા. તેમજ થરાદ અને વાવના તાલુકા આરોગ્ય અધિકારીઓ (THO) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

 

અધિકારીઓ દ્વારા પ્રેરણાદાયક રક્તદાન આ કેમ્પની વિશેષતા એ રહી કે વરિષ્ઠઅધિકારીઓ એ માત્ર ઉપસ્થિતિ જ નહીં, પરંતુ સ્વયં રક્તદાન કરીને સમાજને પ્રેરણા આપી હતી. DDO સહિત અનેક અધિકારીઓએ રક્તદાન કરીને આ માનવતામૂલક કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આરોગ્ય સ્ટાફનો ઉત્સાહજનક પ્રતિસાદ વાવ-થરાદ જિલ્લાના આરોગ્ય વિભાગના સ્ટાફ મિત્રો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલના પટાંગણમાં યોજાયેલા આ કેમ્પમાં અંદાજે ૧૦૦ જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

 

આ રક્તદાન કેમ્પ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક સેવા અને માનવતાના કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores