>
Thursday, April 9, 2026

વચનથી વિકાસ સુધીની યાત્રા : માન. શંકરભાઈ ચૌધરીના નેતૃત્વે બદલ્યો વિસ્તારનો વિકાસ, વિશ્વાસ

*વચનથી વિકાસ સુધીની યાત્રા : માન. શંકરભાઈ ચૌધરીના નેતૃત્વે બદલ્યો વિસ્તારનો વિકાસ, વિશ્વાસ*

 

વિકાસ માત્ર યોજનાઓની જાહેરાતથી થતો નથી, પરંતુ દૃઢ સંકલ્પ, સ્પષ્ટ દૃષ્ટિ અને સતત જનસંપર્ક ધરાવતા નેતૃત્વથી શક્ય બને છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય પ્રતિનિધિ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી આજે એક વિઝનરી લીડર તરીકે ઓળખાઈ રહ્યા છે. રાધનપુર, વાવ અને હાલ થરાદ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા તેઓએ વિકાસને માત્ર વચનો સુધી સીમિત રાખ્યા નથી, પરંતુ તેને જમીન પર સાકાર કરીને બતાવ્યું છે.

 

શ્રી ભરત રાણાભાઈ પટેલે જણાવ્યું કે, થરાદ વિસ્તારને ખૂબ ટૂંકા ગાળામાં મળેલી વિકાસની ભેટો આજે સમગ્ર રાજ્ય માટે ચર્ચાનો વિષય બની છે. નવા જિલ્લાની રચના પછી માત્ર છ મહિનાના સમયમાં જ જિલ્લામાં પ્રશાસનિક ગતિ અને વિકાસની દિશામાં થયેલા ઝડપી કામો લોકસેવાના જીવંત ઉદાહરણ છે.

 

જિલ્લા વિકાસની ઐતિહાસિક શરૂઆત

: માન. શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી થરાદને જિલ્લાનો દરજ્જો મળ્યો, જે વિસ્તારના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થયો. જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, જે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ લાવશે. સાથે સાથે જિલ્લામથકે જાહેર પુસ્તકાલયની શરૂઆત જ્ઞાન અને શિક્ષણના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું બની છે.

 

ઉદ્યોગ અને રોજગાર તરફ મજબૂત પગલું

: વિસ્તારમાં GIDC નું ખાતમુહૂર્ત થવાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલવાના છે. ઉદ્યોગ વિકાસ સાથે વિસ્તારની આર્થિક ગતિ તેજ બનશે અને ગામડાંઓમાંથી શહેર તરફનું સ્થળાંતર ઘટશે.

 

વીજળી અને સિંચાઈ ક્ષેત્રે વિશાળ કામગીરી: એક સાથે 14 વીજ સબસ્ટેશનની મંજૂરી વિસ્તારના કૃષિ અને ઉદ્યોગ વિકાસ માટે ઐતિહાસિક નિર્ણય છે. 97 ગામોને સિંચાઈનું પાણી પહોંચે તે માટે પાઇપલાઈન યોજનાને મંજૂરી આપવામાં આવી છે તેમજ નવી કેનાલોના નિર્માણથી ખેડૂતોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલ્યો છે.

 

ખેડૂતો અને શિક્ષણ માટે દૃઢ આયોજન: ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે “સેન્ટર ફોર એક્સેલન્સ” જેવી આધુનિક સંસ્થા મંજૂર કરવામાં આવી છે, જે કૃષિમાં નવી ટેકનોલોજી અને માર્ગદર્શન આપશે. નવી હાઈસ્કૂલોની મંજૂરીથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પોતાના વિસ્તારમાં જ મળશે.

 

આધારભૂત સુવિધાઓનો વ્યાપક વિકાસ: થરાદ નગરમાં વિવિધ માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ, રાહથી ખોડા બોર્ડર જોડતો માર્ગ, ગામડાંઓના રોડ વિકાસ તથા નાગરિક સુવિધાઓનો વિસ્તાર — આ બધું વિસ્તારના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ છે.

 

શ્રી ભરત રાણાભાઈ પટેલે જણાવ્યું કે, જનસંપર્ક : વિકાસનું જીવંત હૃદય: થરાદ વિધાનસભા અને નવા જિલ્લાને જોડતું જનસંપર્ક કાર્યાલય સતત પ્રજાજનો સાથે જીવંત સંપર્ક જાળવી રાખે છે. માન. સ્પીકર સાહેબ નિયમિત રીતે ગામડાંઓની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સાંભળે છે અને આગેવાનો તથા કાર્યકરો સાથે વિકાસ અંગે સતત વિચારવિમર્શ કરે છે. આ કાર્યશૈલી લોકશાહી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે.

 

ઝડપી પ્રશાસનિક ગતિ: નવા જિલ્લાને હજુ માંડ છ મહિના જેટલો સમય થયો હોવા છતાં મોટાભાગની સરકારી કચેરીઓ કાર્યરત બની ગઈ છે. આ ગતિશીલતા દર્શાવે છે કે યોગ્ય નેતૃત્વ હોય તો વિકાસ વર્ષોમાં નહીં પરંતુ મહિનાઓમાં દેખાઈ શકે છે.

 

જનવિશ્વાસ અને જવાબદારીનો સમય: વિસ્તારને મળેલા અસંખ્ય વિકાસકાર્યો શબ્દોમાં વર્ણવી શકાય એટલા સરળ નથી. આજે જ્યારે વિસ્તાર વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, ત્યારે સમાજ તરીકે આપણી જવાબદારી બને છે કે વિકાસના માર્ગે આગળ વધતા લોકસેવકના હાથ વધુ મજબૂત બનાવીએ.

 

અફવાઓ, ભ્રમ અને સ્વાર્થપ્રેરિત રાજકારણથી દૂર રહી વિકાસની દિશામાં સહભાગી બનવું સમયની માંગ છે. મજબૂત, મહેનતુ અને આપેલા વચનો નિભાવતા નેતૃત્વને સમર્થન આપવું એટલે પોતાના વિસ્તારના ભવિષ્યને મજબૂત બનાવવું.

 

થરાદ આજે પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે — અને આ યાત્રા દર્શાવે છે કે દૃષ્ટિવંત નેતૃત્વ, જનસેવા અને વિકાસપ્રતિબદ્ધતા સાથે વિસ્તારનું ભાગ્ય બદલી શકાય

પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores