>
Tuesday, June 2, 2026

જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત: જન્મદિવસ નિમિત્તે ભોજન વિતરણ કાર્યક્રમ

જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત: જન્મદિવસ નિમિત્તે ભોજન વિતરણ કાર્યક્રમ

 

 

 

ઉના ના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ વીરભાઈ બાંભણીયા તરફથી વિશેષ ભોજન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે સરકારી હોસ્પિટલમાં દર્દીઓ, તેમના સ્વજનો તેમજ નિરાધાર લોકોને ભોજન વિતરણ કરવામાં આવે છે. પરંતુ માનનીય ધારાસભ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય કાર્યને વિશેષ સ્વરૂપ આપી ભોજન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રતિનિધિ શ્રી રાહુલભાઈ લાખાભાઈ બાંભણીયા, શ્રી કુમારભાઈ બાંભણીયા, શ્રી ગોપાલભાઈ કલસરિયા તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન આઈ. કુબાવત સહિત ટ્રસ્ટના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

જન્મદિવસની ઉજવણીને સેવાયજ્ઞ સાથે જોડીને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. માનવતા, કરુણા અને સેવા ભાવનાથી કરવામાં આવેલ આ કાર્ય દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores