>
Sunday, July 5, 2026

હિંમતનગર નજીક કારમાંથી તબીબનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી 

હિંમતનગર નજીક કારમાંથી તબીબનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી

 

પોલીસ તપાસ શરૂ

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક સુંદરગઢ ગામ પાસે ખેડ-તસીયા રોડ પર પાર્ક કરેલી એક કારમાંથી શનિવારે મોડી રાત્રે સ્થાનિક તબીબનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રોડની બાજુમાં લાંબા સમયથી ઉભેલી કારમાં એક યુવાન બેભાન હાલતમાં હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવતાં તેમણે ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી, જેની ટીમે તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ હિંમતનગરની શ્રીજી સોસાયટીમાં રહેતા ડૉ. હાર્દિક પંકજ રાવલ તરીકે થઈ છે. રવિવારે સવારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને ડૉક્ટર ના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવી

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores