>
Sunday, June 28, 2026

વડાલી પાલિકા પ્રમુખના પતિ સજા વોરંટ માં ઝડપાયા 

વડાલી પાલિકા પ્રમુખના પતિ સજા વોરંટ માં ઝડપાયા

 

વડાલી પાલિકાના પ્રમુખ હંસાબેન સગરના પતિ રમેશભાઈ સગર ક્રિમિનલ કેસમાં સજા થયેલ વોરંટના આધારે વડાલી પોલીસે પકડી પાડ્યા

 

સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા ઇસમોને પકડવા માટે સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તપાસમાં હતા

 

ત્યારે તારીખ 27/ 6/ 2026 ના રોજ ડી સ્ટાફના પીએસઆઇ વી. આર. ચૌહાણ તથા અ.હે.કો. કિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો. નરેશ કુમાર મોતીભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા જૂની નગરપાલિકા પાસે જતા ડી સ્ટાફના માણસોને બાતમીના આધારે એક ઈસમ મે.ચીફ. જ્યુડી.મેજી.કોર્ટ વડાલી જિલ્લો સાબરકાંઠાના ક્રિમિનલ કેસ નંબર 600/2023 ના કામે સજા પડેલ ઈસમ જેનું નામ રમેશભાઈ ડાહ્યાભાઈ સગર (મૂખી) ઉંમર વર્ષ 50 રહી સગરવાસ તાલુકો. વડાલી જિલ્લો. સાબરકાંઠા ની શરીરે સફેદ કલરનું શર્ટ તથા ગ્રે કલર નું પેન્ટ પહેરેલ છે તે હાલમાં બજરંગપુરા પાસે ઉભો છે જેથી તાત્કાલિક તે જગ્યા પર પહોંચી અને ઉપરના વર્ણન વાળું ઈસમ ઉભો હોય તેને ડી સ્ટાફના માણસોએ પકડી તેનું નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ રમેશભાઈ ડાહ્યાભાઈ સગર ( મુખી) ઉંમર વર્ષ. 50 રહે. સગરવાસ વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠાના હોવાનું જણાવતા તેને પકડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

આમ સજા પામેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા મળી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores