>
Wednesday, July 8, 2026

કામધેનુ યુનિવર્સિટીના ૧૮મા સ્થાપના દિવસ નિમિત્તે બાલુંદ્રા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો

કામધેનુ યુનિવર્સિટીના ૧૮મા સ્થાપના દિવસ નિમિત્તે બાલુંદ્રા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો

કામધેનુ યુનિવર્સિટીના ૧૮મા સ્થાપના દિવસ નિમિત્તે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના પશુ સારવાર સંકુલ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામ ખાતે બાલુંદ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી મોટા તથા નાના પશુઓ માટે પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ તથા પશુપાલક માર્ગદર્શન શિબિર યોજાઈ. પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદારકૃષિનગરના આચાર્ય ડૉ. એચ. સી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ૧૦૩ ગાય-ભેંસ અને ૭૩ ઘેટાં-બકરાં સહિત કુલ ૧૭૬ પશુઓનું રોગ નિદાન, સારવાર તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પશુપાલકોને પશુ આરોગ્ય, રસીકરણ, કૃમિનાશન, સંતુલિત પોષણ, સ્વચ્છ દૂધ ઉત્પાદન અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશુ સારવારની કામગીરી ડૉ. એચ. એચ. પંચાસરા, ડૉ. ડી. એન. સુથાર, ડૉ. પી. એસ. કાપડિયા, ડૉ. એકતા વ્યાસ તથા પી.જી. વિદ્યાર્થીઓ તેમજ યુ.જી. ઇન્ટર્ની વિદ્યાર્થીઓએ નિભાવી હતી. જ્યારે આ કાર્યક્રમમાં પશુ વિસ્તરણ શિક્ષણ વિભાગના ડૉ. જી. એમ. ચૌધરીએ પશુપાલકોને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. એચ. એ. પટેલના માર્ગદર્શન હેઠળ NSSના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ કેમ્પના આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બનાસ ડેરીના ઉપાધ્યક્ષ શ્રી ભાવાભાઈ રબારી તથા બાલુંદ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી શ્રી વરસંગાભાઈ રબારીનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores