હરિયાણા પોલીસના નામે ધમકી આપી યુવક પાસેથી 1.20 લાખ ની સોનાની માળા ની લૂંટ..
હરિયાણા પોલીસના નામે ધમકી આપી યુવક પાસેથી રૂ. 1.20 લાખની સોનાની રૂદ્રાક્ષ માળાની લૂંટ, ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામ તરફ જતાં રોડ પર હરિયાણા પોલીસના સાયબર ફ્રોડ કેસમાં નામ આપ્યાનો આક્ષેપ કરી ચાર શખ્સોએ એક યુવકને છરા જેવા હથિયારની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી અંદાજે રૂ. 1.20 લાખ કિંમતની બે તોલા ની સોનાની રૂદ્રાક્ષ માળા લૂંટી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી મંથન ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ (રહે. ગાયત્રીનગર સોસાયટી, વડાલી)ને ગત 6 જુલાઈ પહેલાં પવન દીપકભાઈ બારોટ (રહે. ગામડી, તા. વડાલી)એ ફોન કરીને હરિયાણા પોલીસના સાયબર ફ્રોડના કેસમાં નામ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ મળવા બોલાવી “જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ” તેવી ગંભીર ધમકી પણ આપી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


