>
Wednesday, July 29, 2026

વડાલીની બી. જી. શાસ્ત્રી મોર્ડન હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા તથા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

વડાલીની બી. જી. શાસ્ત્રી મોર્ડન હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા તથા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

વડાલી, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વડાલી સ્થિત બી. જી. શાસ્ત્રી મોર્ડન હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા તેમજ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ગુરુના મહિમા, ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું મહત્વ અને માતા-પિતાના સન્માન અંગે વિવિધ પ્રેરણાદાયી રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. હસમુખભાઈ પટેલ દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્વ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ગુરુજનો તથા માતા-પિતાના આદર અને સંસ્કારપૂર્ણ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના મેહુલભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયો હતો.

બ્યુરો રિપોર્ટ: વિશાલ ચૌહાણ, સાબરકાંઠા

 

મો. નં.: 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores