>
Monday, August 10, 2026

ગુજરાત રાજ્ય ચેરીટેબલ ફેડરેશનની 43 મી વાર્ષિક સાધારણ સભા શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ પલિયડ તાલુકા કલોલ ખાતે યોજાઈ

ગુજરાત રાજ્ય ચેરીટેબલ ફેડરેશનની 43 મી વાર્ષિક સાધારણ સભા શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ પલિયડ તાલુકા કલોલ ખાતે યોજાઈ

 

 

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામમાં અદભુત શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ આવેલ છે જેમાં ગુજરાત રાજ્ય ચેરીટેબલ ફેડરેશન ની 43 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં ગુજરાત રાજ્યની 102 ગ્રાન્ટેડ સંસ્થાના પૈકી 80 સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો

આજની સભામાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને વેડા હોસ્પિટલના પ્રમુખ શ્રી રમણભાઈ વોરા તેમજ સદવિચાર ટ્રસ્ટ ડીસાના મહેશભાઈ ભલસાણી અને નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ ના અનુપભાઈ તેમજ ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી અમુલભાઈ ઠાકરશી ઉપસ્થિત રહ્યાં આજરોજ હોસ્પિટલ ના વિવિધ પ્રશ્નો એવા કે સોલર પાવર અને કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુટી ગુજરાત સરકારે ચૂકવી જોઈએ તેમજ ફેડરેશન ની વાર્ષિક સભ્ય ફી ₹5000 ફરવા માટે જણાવેલ હતું પ્રમુખ અરવિંદભાઈ વિવિધ પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાથે જણાવેલ અને 10 થી 15 દિવસમાં કદાચ જરૂર પડે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરીશું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કનુભાઈએ કરેલ હતું અને આભાર વિધિ ઉપપ્રમુખ અને ગોજારીયા હોસ્પિટલ ના મંત્રી શ્રીમતી શોભનાબેન શાહે કરેલ હતી અને તમામ હોસ્પિટલના ટ્રસ્ટીઓ આ હોસ્પિટલ જોઈ ખુબ જ પ્રભાવિત થયેલા હતાં અને હોસ્પિટલ તરફથી ખુબ સુંદર ભોજન વ્યવસ્થા શંકરદાદા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores