>
Saturday, May 10, 2025

વડાલી ના ભવાનગઢમાં યુવક ને જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો 

વડાલી ના ભવાનગઢમાં યુવક ને જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો

 

વડાલી પોલીસ સ્ટેશનમાં સાત વિરુદ્ધ એટ્રોસિટી ની ફરિયાદ કરાઈ

 

વડાલીના ભગવાન ગઢમાં રવિવાર રાત્રે બસ સ્ટેન્ડ પાસે વરઘોડો જોવા ગયેલા યુવકના હાથમાં રહેલો પથ્થર મુતરડી તરફ નાખતા દિવાલ સાથે ટકરાતા ત્રણ શખ્સોએ યુવકને તું અહીંયા વરઘોડો જોવા કેમ આવે છે તેમ કહી જાતિ વિશે અપ શબ્દો બોલી સોમવારે સવારે યુવક ખેતરમાં આવતા અદાવત રાખી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વડાલી પોલીસ સ્ટેશનમાં સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી નો ગુનો નોંધ્યો હતો

 

ભવાનગઢમાં રવિવાર રાત્રે દરબાર તથા ઠાકોર સમાજના વરઘોડો નીકળ્યો હતો જેમાં ક્રિષ્ના કુમાર પંકજભાઈ પરમાર વરઘોડો જોવા બસ સ્ટેશન ગયો હતો તે દરમિયાન કૃષ્ણના હાથમાં પથ્થર હતું જે તેણે મુતરડીની દિવાલ પર ફેંકતા કુંપાવત ધનેસિંહ એ પરમાર ક્રિષ્ના ને કહ્યું તું અહીંયા વરઘોડો જોવા કેમ આવ્યો છે તેમ કહી જાતિ વિશે અપ શબ્દો બોલી માતાને ફોન કરી સ્થળ પર બોલાવતા ક્રિષ્ના ભાગી ગયો હતો. સોમવારે ક્રિષ્ના ખેતરમાં આવતા અદાવત રાખીને કુંપાવત ધનેસિંહ તખતસિંહ જયદીપસિંહ ભરતસિંહ કુંપાવત જયેન્દ્રસિંહ ભરતસિંહ કુંપાવત વીરેન્દ્ર સિંહ રાજુ બાપુ કુંપાવત કૌશલસિંહ જનકસિંહ કુપાવત રાહુલસિંહ જનકસિંહ કુંપાવત જીતેન્દ્રસિંહ પોપટ સિંહ કુમ્પાવત ભેગા મળીને પરમાર કૃષ્ણકુમાર પંકજભાઈ ની લાકડી થી માર માર્યો હતો

 

અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores