ક્રિકેટ પ્રેમીઓ ને પ્રોત્સાહિત કરતા ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ
આજરોજ ઉના મુકામે શાહ એચ ડી હાઇસ્કૂલ ના મેદાન ખાતે ડગરા ઈલેવન આયોજિત ઓપન હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ ઉદ્ઘાટન ઉના ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ કર્યું હતું આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પણ બેટ ચલાવી છક્કો માર્યો હતો સાથે સાથે આ ટુર્નામેન્ટમાં ટોટલ 24 ટિમ એ ભાગ લીધો છે તથા ખેલાડી ઓમા ઉત્સાહ જાગે એ માટે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તરફ થી પ્રોત્સાહન ઇનામ રુપે રુપિયા 11000/હજાર રોકડા આપેલ હતા
તેમજ ક્રિકેટ પ્રેમીઓ ને રમત ની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ મા પણ આગળ આવવા અપીલ કરી હતી અહેવાલ = રમેશભાઈ ઉના