*યાત્રાધામ સોમનાથ ખાતે ઉત્પન્ન થતા કચરામાંથી પ્લાસ્ટિક ઇન્ફ્યુઝ પેવર બ્લોક બનાવવા મેન્યુફેક્ચર પ્લાન્ટ બનાવવામાં આવશે.
➡️સોમનાથ ખાતે પ્લાસ્ટિક ઇન્ફ્યુઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ બનાવવા બાબતે આજરોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં જીએસપીસી ગાંધીનગરના એમ.ડી.શ્રી, કલેક્ટરશ્રી ગીર સોમનાથ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ગીર સોમનાથ, મામલતદારશ્રી વેરાવળ શહેર,જનરલ મેનેજરશ્રી સોમનાથ ટ્રસ્ટ હાજર રહેલ.
➡️આ બેઠકમાં નક્કી થયા મુજબ સોમનાથ મંદિર પરિસરમાં પ્લાસ્ટિક ઇન્ફ્યુઝ પેવર બ્લોક પ્લાન્ટ સ્થાપી મંદિર ખાતે ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરામાંથી જ પેવર બ્લોક બનાવી પ્લાસ્ટિક કચરાનો રિયુઝ કરવામાં આવશે.

➡️આ પ્લાન્ટથી યાત્રાધામ સ્વચ્છ અને સુઘડ બનશે સાથે સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડવામાં આવશે.
➡️આ પ્લાસ્ટિક રિસાયકલ પ્લાન્ટથી યાત્રાધામમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ બાબતે ઉમદા દૃષ્ટાંત પ્રસ્થાપિત થશે.








Total Users : 145736
Views Today : 