ઉકાઇની જય અંબે લિટલા સ્કુલમાં ચિત્રસ્પર્ધા અને વાલી માટે શિક્ષણ સેમિનારનું આયોજન કરાયું.
(સંજય ગાંધી – તાપી)
સોનગઢ તાલુકાના ઉકાઇ રોડ આવેલ જય અંબે લિટલા સ્કુલમાં ચિત્ર સ્પર્ધા અને વાલી માટે શિક્ષણ સેમિનારનું તા.૭/૬/૨૫ ના રોજ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને વાલી ગણ હાજર રહેલ.

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાની નવી બ્રાન્ચ ઉકાઇ ખાતે શરુ કરેલ હોવાથી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, અને વ્યારાના આચાર્યશ્રી શ્રીમતી નીકીતા મેડમ હાજર રહ્યા હતા અને એમણે બાળકને સ્કીલ સાથે શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું.અને સૌને અત્યારે કેવા શિક્ષણની જરૂરિયાત છે તેના વિશે સમજાવ્યું હતું.
ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ અને પ્રથમ ત્રણ નંબરને વિશિષ્ટ ઇનામ સાથે સન્માનિત કરાયા હતા.

સૌ વાલીગણે પણ ખુશી જાહેર કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા કરાયું હતું.ઉકાઇ શાળાના સુપરવાઇઝર શ્રીમતી વૈશાલીબેને સૌનો આભાર માન્યો હતો.







Total Users : 145305
Views Today : 