હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર -1 ખાતે 100 રક્તદાતાઓએ રક્તદાન કર્યું
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જૂની સિવિલ ખાતેના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેના કેમ્પમાં કર્મયોગી હેલ્થ ટીમના સખત પરિશ્રમના પરિણામે 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ કેમ્પની ખાસ વિગતમાં એક યુવાનને 92 મી અને બીજા યુવાને 56 મી વખત રક્તદાન કર્યું હતું.
પ્રર્વતમાન સંજોગોમાં સ્વૈચ્છિક કાર્યક્રમને વેગવંતો બનાવવા તેમજ જીલ્લામાં જરૂરીયાતમંદ દર્દીઓ જેવા કે રોડ ટ્રાફિક એક્સીડન્ટ, સીવીયર એનિમીયા, ડીલીવરી, પી.પી.એચ., થેલેસેમીયા, સિકલસેલ એનિમીયા તથા હિમોફીલીયા વિગેરે દર્દીઓને વારંવાર બ્લડની આવશ્યકતા ઊભી થાય છે.તેવા સમયે તાત્કાલિક અને સમયસર રક્ત પુરૂં પાડી શકાય તે હેતુથી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
આ કેમ્પમાં પાંચ થી વધુ યુવતીઓએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું.
આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ સમગ્ર ટીમને રક્તદાન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144927
Views Today : 