વડાલી નગરમાં તારીખ ૧૨/૧૦/૨૦૨૩ ના રોજ માનનીય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબની માર્ગદર્શન હેઠળ વડાલી આરોગ્ય કચેરી દ્વારા 𝚙𝚌𝚙𝚗𝚍𝚝 𝚊𝚌𝚝 અંતર્ગત માહિતી કાર્યકર્મની ઉજવણી કરવામાં આવી
માનનીય ચેરમેન શ્રીમતી કૌશલ્યાકુવરબાની અધ્યક્ષતમા કરવામા આવી
જેમાં તખતસિંહ હડિયોલ સાહેબ પ્રમુખ કેળવણી મંડળ,તાલુકા પ્રમુખ ચેતનાબેન પરમાર,જિલ્લા સદસ્ય રાધાબેન,તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.પ્રદીપભાઈ ગઢવી,આગમન અને આધ્યા હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર,થેરાસણા એમ.ઓ ડો. પંકજ કટારા સાહેબ,ડોભાડા એમ.ઓ ડો.સમીર સમીર મન્સૂરી તથા આરોગ્યનો સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી.

કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ દ્વારા બેટી બચાવો, ભ્રુણ હત્યા રોકવા અને જાતી પરિક્ષણ રોકવામાં માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.જાતી પરિક્ષણ અને ભ્રુણ હત્યાના કારણે સમાજમા પડતી વિપરીત અસરો જેવી કે જાતીય અસમાનતા, શોષણ,વ્યસન,સાટા પ્રથા વિશે માહિતી આપવામાં આવી.

તખતસિહ હડિયોલ સાહેબ દ્વારા બેટીને દુધ પીતી જેવી પ્રથા જુના જમાનામાં હતી જેવા કાયદાના કારણે નાબૂદ થઈ અને બેટીઓ સુરક્ષિત થઈ એવી માહિતી આપવામાં આવી. માનનીય કૌશ્યલાકુવરબા દ્વારા 𝚙𝚌𝚙𝚗𝚍𝚝 કાયદો અને મહિલાઓનું સમાજમાં મહત્વનું સ્થાન અને જાતીય અસમાનતા વિશે માહિતી આપવામાં આવી.
કાર્યક્રમના અંતે જાતી પરિક્ષણ કરીશ નહી,કરાવીશ નહી અને કરવા દઈશ નહી એવી શપથ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
રિપોર્ટર. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન . 9998340891







Total Users : 153916
Views Today : 