અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે આવેલ શ્રી સી. જી. બૂટાલા સર્વોદય હાઈસ્કુલ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો. જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને આ સમારોહ યોજાયો .
બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2025 અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી આયોજિત આ સમારોહમાં કુલ ફાળવેલ 160 ઉમેદવારો માંથી 157 ઉમેદવાર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં,જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષા ગામીત, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી,
શાળા સંચાલક મંડળના aagevan, આચાર્ય સંઘના આગેવાન, ઉ.માં સંઘના આગેવાન, માધ્યમિક સંઘના પ્રમુખશ્રી, વહીવટી સંઘના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાકેશ ઝાલા અરવલ્લી