વડાલી નગરમાં આવેલ એ પી એમ સી માં કપાસની હરાજી ના શ્રી ગણેશ કરવામાં આવ્યા
વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ અને તમામ ડિરેક્ટરની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્તમાં શાસ્ત્રોકત પૂજા વિધિ સંપન્ન કરીને હરાજીની શરૂઆત કરવામાં આવી
દર વર્ષ ની જેમ આ વર્ષે આસો સુદ બીજ એટલે કે બીજા નોરતાના દિવસે વડાલીમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવીન કપાસની હરાજી શરૂ થઈ હતી જેને લઈને વડાલી એપીએમસી દ્વારા ખરીદી માટે સુંદર આયોજન કરવામાં આવ્યું
કપાસની શરૂઆતમાં હરાજીમાં ઊંચા ભાવ બોલાતા ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો
રૂપિયા ૧૫૦૦/- થી ઉપર કપાસનો ભાવ બોલાતા ખેડૂતો આનંદિત થયા હતા
વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફક્ત વડાલી તાલુકા માંથી જ નહીં પણ આજુબાજુના તાલુકાના દૂર દૂર ના ગામેથી પણ ખેડૂતો પોતાનો કપાસ લઈને વડાલી માર્કેટ યાર્ડમાં આવ્યા હતા
કપાસનો શરૂઆતમાં સારો ભાવ મળતા આગામી વર્ષ માટે આનાથી પણ ઊંચો ભાવ મળવાની ખેડૂતોને આશા બંધાઈ હતી
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન .9998340891