પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર ધ્વારા
બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
તા.10/07/2025 ગુરૂવારે ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસ નિમિત્તે “એક છોડ મા કે નામ ” હેઠળ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજયોગીની બ્રહમાકુમારીઝ બીકે જ્યોતિદીદીના આયોજનમાં યોજાયો. બીકે બહેનો ધ્વારા મહેમાનોનુ તિલક કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ.
જેમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ માન. કૌશલ્યાકુવરબા, શહેરના
શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, પ્રમુખ, નગરપાલિકા.
શ્રી સવજીભાઈ ભાટી, ઉપ પ્રમુખ, ન.પા.
જીનલબેન પટેલ, કારોબારી અધ્યક્ષ, ન.પા.
શ્રી વાસુદેવભાઈ રાવલ, શહેર પ્રમુખ ભાજપ સંગઠન.
શ્રી પ્રકાશભાઈ વૈધ, મંત્રી ભાજપ અને તાલુકા પંચાયત સદસ્ય,
ડૉ.અરવિન્દભાઇ,
ડી.એલ.પટેલ સાહેબ, બીકે દિનેશભાઈ,
બીકે નરેશભાઈ પટેલ, નિવૃત્ત પી.એ.ટુ કલેક્ટરશ્રી, તથા મોટી સંખ્યામાં બી.કે. ભાઈઓ-બહેનો કાર્યક્રમ માં હાજર રહ્યા.
કાર્યક્રમમાં 75 જેટલા ફળઝાડના વૃક્ષો વાવવા માં આવ્યા.
બ્રહ્માકુમારી જ્યોતિબેને વૃક્ષોનું મહત્વ સમજાવી વધુ માં વધુ વૃક્ષો વાવવા ની પ્રેરણા આપી.,
તથા ગુરુપૂર્ણિમાનો સાચો અર્થ સમજાવી ઈશ્વરીય સંદેશ સર્વ આત્માઓને આપ્યો.તથા હિંમતનગર ખાતે આત્માઓના કલ્યાણ અર્થ ઈન્ટરનેશનલ વક્તા બીકે શિવાનીના તા. 15 જાન્યુઆરી 2026 ના રોજ આયોજીત થનાર કાર્યક્રમ ની જાણકારી આપવામાં આવી. શ્રી પ્રકાશભાઈ વૈધ અને તેમની ટીમ ધ્વારા ગુરુ પૂર્ણિમા ના દિવસે પરમ પિતા પરમાત્માના પવિત્ર સ્થળે રાજયોગીની બીકે જ્યોતિદીદીનુ “ગુરુવંદના” કાર્યક્રમ યોજી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.અંતમાં “પવિત્ર બનો યોગી બનો” ના સ્લોગન સહ પરમાત્માનો પ્રસાદ વિતરણ સ્વીકારી પુર્ણ કરવામાં આવ્યો. અનોખા કાર્યક્રમ નું સફળ સંચાલન નરેશભાઈ ધ્વારા આભારસહ સંમ્પન્ન કરવામાં આવ્યો.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891