*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરે બાળક અને માતાનો જીવ લીધો ઑક્સિજનનાં નામે નાટક*
બાળક પછી માતાનું પણ મૃત્યુ –
મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યો, મૃતદેહ સાથે નાટક ચાલ્યું!
થરાદ તાલુકાના લોઢલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિઅત લથડતા, પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે 8 વાગ્યે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો.
પરંતુ, સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમર્જન્સી સારવાર આપવાની જરૂર હતી ત્યાં દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા. પરિણામે, બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે 3 વાગ્યે કરુણ અવસાન થયું.
મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવી હતી, જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો. માત્ર દોષ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ‘ઉપચાર ચાલુ છે’ બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું.
મારૂં બાળક પહેલા મર્યું, પણ
તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવવી પડી… અને એ પણ જીવતા હોય તેમ ઓક્સિજન આપીને hospital એ નાટક રજુ કર્યું. આવું તો પશ્ચાતાપ કરાવનાર છે….