સાબરકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ 34.35 કિમી લંબાઈ જેટલા અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કરાઈ
ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં રોડ રિપેરિંગ અને પેચવર્ક કરીને રસ્તાઓને પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના 34.35 કિમી લંબાઈ જેટલા અસરગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરાઈ છે.
વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં નાના-મોટા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.માર્ગ મકાન વિભાગ દ્વારા 10/7/2025ની સ્થિતિએ કરવામાં આવેલી માર્ગ મરામતની કામગીરીમાં કોન્ક્રીટ થી ભરેલ પોસ્ટ હોલની કુલ સંખ્યા આઠ, મેટલ થી ભરેલ પોસ્ટ હોલ ની સંખ્યા 161 તેમજ ડામર થી ભરેલ પોસ્ટ હોલની કુલ સંખ્યા 64 નો સમાવેશ કરી કુલ 34.35 કિમી લંબાઈ જેટલા અસરગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદી અવરજવર માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશો અને સૂચનાઓ સંબંધિત વિભાગો અને તમામ જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891