સામરવાડા મુકામેથી ચોરી થયેલ મોટર સાયકલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડતી ધાનેરા, બનાસકાંઠા પોલીસ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના અન્વયે,
શ્રી એસ.એમ.વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ, થરાદ નાઓ તથા શ્રી એમ.જે.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ,
ધાનેરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૮૨૫૦૫૬૩/૨૦૨૫ BNS ક.૩૦૩(૨) મુજબના કામે તા.૨૦/૦૭/૨૦૨૫ ના રોજ સામરવાડા મુકામેથી હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર. GJ 08 BG 3633 નુ છે જેનો ચેચીસ નંબર. MBLHAR079H5G02138 તથા એન્જીન નંબર NA10AGH5G03349 કિ.રૂ.30,000/- ની ચોરી થયેલ હતી ધાનેરા પોલીસ સ્ટાફના માણસો રાસો મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કામગીરીમા હતા તે દરમ્યાન સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી હકીકત આધારે આરોપી વેરસીભાઈ કચરાજી કોળી(ઠાકોર) રહે.ખીંમત તા.ધાનેરા વાળાને પકડી પાડી તેના કબજા ભોગવટામાંથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદામાલ રિકવર કરી ધાનેરા પોલીસ દ્રારા ચોરી થયાના ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને આ કામે પકડાયેલ આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છ અહેવાલ = અલ્તાફ મેમણ પાલનપુર