સેનેટરી પેડ નુ વિતરણ
આજરોજ ઉના તાલુકાના સૈયદ રાજપરા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સેનેપરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને મહિલાઓ મા પિરિયડ દરમિયાન જે કોટન અથવા સિલ્ક ના કપડા નો ઉપયોગ કરવામાં આવે છે આ કેટલુ નુકસાન કારક છે એ અંગે જાગૃતિ લાવવા માટે ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોટન કે અન્ય કપડા ના ઉપયોગ થી ચામડી ના રોગ થાય છે બેક્ટેરિયા જન્ય રોગ થાય અને અમુક કિસ્સામાં ગર્ભાશય અને ગૃપતાઅંગ નુ કેન્સર પણ થઇ શકે છે માટે સેનેટરી પેડ ના ઉપયોગ કરવો જોઈએ અને એ સંપુર્ણ સેલ્ફ છે આ બાબતે ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતી દિકરી ઓ ને માહિતી આપી હતી સાથે સાથે તમામ દિકરી ઓ ને પેડ નુ વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સૈયદ રાજપરા ગામ ના સરપંચ ભરતભાઇ કામલિયા એ સહકાર આપ્યો હતો
આજ ના આ કાર્યક્રમમાં કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હરકિસન ભાઇ કુબાવત તથા ડોક્ટર ભાવિનભાઇ બાબરિયા તથા સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર ના બહેનો એ સુંદર વ્યવસ્થા કરી હતી હતી. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના