સાબરકાંઠા જિલ્લામાં આયુષ્માન કાર્ડ માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન, 1 દિવસમાં 4916 કાર્ડ બનાવવામાં આવ્યા.
જરુરતમંદ પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનુ સુરક્ષા કવચ પ્રભુના આશીર્વાદ સમાન છે. રાષ્ટ્રના પ્રત્યેક જરુરતમંદ નાગરિકના સ્વાસ્થ્ય માટે ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરેલ છે. આકસ્મિક આવી પડતી બિમારી સમયે આયુષ્માન કાર્ડ પરિવાર માટે સારા અને સાચા સગા સમાન સાબિત થાય છે.
સાબરકાઠા જિલ્લામાં કુલ 10,10, 865 નાગરિકોને આયુષ્માન કાર્ડ મેળવવા પાત્રતા ધરાવે છે જે પૈકી 8,61,178 આયુષ્માન કાર્ડ હોલ્ડર છે. વયવંદના યોજના ( 70 વર્ષ થી વધુની ઉમર ધરાવતા) અંતર્ગત જિલ્લામાં 11,745 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવેલ છે.
સાબરકાઠાં જિલ્લામાં પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિકને આયુષ્માન કાર્ડ મળી રહે તેવો સરકારશ્રીનો અભિગમ છે. જે અન્વયે લોકાભિમુખ અભિગમ ધરાવતા જિલ્લા વિકાસ અધિકારિશ્રી હર્ષદ વોરાની સુચના અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ તા. 24- જુલાઇ ગુરુવારના રોજ સમગ્ર જિલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી 4916 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવેલ છે. તદુપરાંત સમગ્ર જિલ્લામાં તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરુરી આધાર પુરાવા સાથે પાત્રતા ધરાવતા નાગરિકો તેઓના આયુષ્માન કાર્ડ મેળવી શક્શે. આપ મોબાઇલ એપ્લીકેશન ‘આયુષ્માન ભારત’ દ્વારા પણ ઘરે બેસી આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. આગામી ગુરુવારે પણ આજ પ્રકારે સમગ્ર જિલ્લામાં વિશેષ ડ્રાઇવનું આયોજન કરી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે જે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના નાગરિકો માટે સુવિધાસભર અને આશીર્વાદરુપ બની રહેશે.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891