ગીરગઢડા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ₹56,000ના 4 ગુમ થયેલા મોબાઈલ પરત કર્યા
ગીરગઢડા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરતા, ગુમ થયેલા કે ખોવાયેલા ₹56,000/- ની કિંમતના કુલ ૪ મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કર્યા છે. આ પહેલથી ગીરગઢડા પોલીસે નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને સાચા અર્થમાં સાર્થક કર્યો છે.
જુનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ, તથા ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ, તેમજ ગીરગઢડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. શ્રી યુ.બી. રાવલ સાહેબની સુચના મુજબ, ગુમ થયેલા મોબાઈલ ફોન પરત અપાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
હાલના સમયમાં મોબાઈલ ફોન ગુમ થવાના કે પડી જવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગીરગઢડા પોલીસે આ પડકારનો સામનો કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. ગીરગઢડા પોલીસ સ્ટેશનના સ્ટાફ, જેમાં હરમડીયા ઓપી ઇન્ચાર્જ એ.એસ.આઇ. ધીરેન્દ્રસિંહ જશાભાઇ સિંધવ અને ધોકડવા બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. ભરતભાઈ ભીખાભાઇ રામનો સમાવેશ થાય છે, તેમણે અત્યંત ખંત, મહેનત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.
આ પોલીસકર્મીઓએ આધુનિક ટેકનોલોજીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ગુમ થયેલા ૪ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેમની કુલ કિંમત ₹56,000/- અંદાજવામાં આવી છે. આ સફળ કામગીરી બાદ, પોલીસે આ મોબાઈલ ફોન તેમના કાયદેસરના માલિકોને સુપ્રત કર્યા હતા, જેનાથી અરજદારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
ગીરગઢડા પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે અને તે દર્શાવે છે કે પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે હંમેશા તત્પર છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા